ભૂખમરાનો ભોગ બનેલ હિસ્સામાં અનાજ પૂરું પાડવાની ડીલમાંથી રશિયા દૂર થાય તેવી શક્યતા
Live TV
-
તુર્કી અને UNએ વૈશ્વિક ફૂડ કટોકટી દૂર કરવા માટે આ ડીલ કરાવી હતી.
રશિયાના વલણ બાબતે વૈશ્વિક ફૂડ સિક્યોરિટીની ચિંતામાં વધારો થયો છે. નાટો સાથે યુક્રેનને વિશ્વના ભૂખમરાનો ભોગ બનેલ હિસ્સામાં અનાજ પૂરું પાડવાની ડીલમાંથી રશિયા દૂર થાય તેવી શક્યતા છે. તુર્કી અને UNએ વૈશ્વિક ફૂડ કટોકટી દૂર કરવા માટે આ ડીલ કરાવી હતી. ખાદ્યાન્નની નિકાસ થઈ શકે તે માટે રશિયા સાથે અલગથી કરાર કરવામાં આવ્યા હતા. રશિયા અને યુક્રેન ઘઉના સૌથી મોટા નિકાસકાર દેશ છે. રશિયા આ ડીલમાંથી અલગ થઈ જાય તો સોમાલિયા, ઈથિયોપિયા અને અફઘાનિસ્તાનમાં ભૂખમરાની સ્થિતિ સર્જાઈ શકે છે.
