યુક્રેનને નાટોમાં સભ્યપદ નહીં, પરંતુ G7ની યુક્રેનને સમર્થન આપવા માટે સંયુક્ત જાહેરાત
Live TV
-
G7 યુક્રેનની જમીન, હવા અને સમુદ્રમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા તમામ મદદ કરશે.
નાટો સંગઠનના સભ્ય દેશોની લિથુઆનિયામાં બેઠક યોજાઈ રહી છે. નાટોના નેતાઓએ લિથુઆનિયામાં આયોજિત સંમેલન વિશે જણાવતા કહ્યું કે જ્યારે સહયોગીઓ સહમત થશે અને શરતો પૂરી થશે ત્યારે યુક્રેનને આ સંગઠનમાં સામેલ કરવામાં આવશે. વધુમાં G7એ યુક્રેનને સમર્થન આપવા માટે સંયુક્ત જાહેરાત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને યુક્રેનને સમર્થન આપતા જણાવ્યું છે કે, G7 યુક્રેનની જમીન, હવા અને સમુદ્રમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા તમામ મદદ કરશે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીએ તેની પ્રતિક્રિયા આપી છે કે, G7એ યુક્રેન માટે ‘મહત્ત્વપૂર્ણ સુરક્ષા અને જીત’નો સંકલ્પ કર્યો છે.
