200 વર્ષથી તટસ્થ સ્વીડનને નાટોમાં શામેલ કરવામાં આવ્યું, અમેરિકા નાટો દેશની સાથે
Live TV
-
રશિયાએ યુક્રેન પર હુમલો કર્યાના 16 મહિના પછી નાટોના વિસ્તરણના પ્રયાસોને સફળતા મળી છે.
સ્વીડનને નાટોમાં પ્રવેશ માટે લીલી ઝંડી આપવામાં આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનની મધ્યસ્થી પછી સ્વીડનને નાટોમાં શામેલ કરવામાં આવ્યું છે. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યાના 16 મહિના પછી નાટોના વિસ્તરણના પ્રયાસોને સફળતા મળી છે. નાટોમાં બે નોર્ડિક દેશ; ફિનલેન્ડ અને સ્વીડનનું સભ્યપદ ઉત્તર યુરોપમાં રશિયા સામે સંરક્ષણ પ્રદાન કરશે. અમેરિકા નાટો દેશની સાથે છે.
સ્વિડન છેલ્લા 200 વર્ષથી તટસ્થ છે અને કોઈ મોટુ યુદ્ધ લડ્યું નથી. વર્ષ 1814માં સ્વિડન-નોર્વે યુદ્ધ થયું હતું, ત્યારપછી સ્વિડન બંને વિશ્વયુદ્ધમાં તટસ્થ રહ્યું છે અને લશ્કરી બિન-જોડાણની નીતિનું પાલન કર્યું છે.
