Skip to main content
Settings Settings for Dark

મલેશિયામાં પીએમ મોદીએ કહ્યું- ભારતીય સમુદાય એક જીવંત સેતુ છે, જે બંને દેશોના હૃદયોને જોડે છે

Live TV

X
  • પ્રધાનમંત્રી મોદીએ મલેશિયામાં ભારતીય સમુદાયને 'જીવંત સેતુ' ગણાવીને બંને દેશોના ગાઢ સંબંધોની પ્રશંસા કરી હતી. આ મુલાકાત દરમિયાન પીએમ અનવર ઈબ્રાહિમ સાથેની તેમની મિત્રતા અને તમિલ સંસ્કૃતિના યોગદાન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે કુઆલાલંપુરમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યા હતા. તેમણે ભારત-મલેશિયા સંબંધોની ઊંડાઈ પર ભાર મૂકતા કહ્યું કે ભારતની સફળતા મલેશિયાની પ્રગતિ અને બદલામાં એશિયાના વિકાસ સાથે જોડાયેલી છે. ભારતીય સમુદાયને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું, "મલેશિયામાં વિશ્વમાં ભારતીય મૂળના લોકોની બીજી સૌથી મોટી કોમ્યુનિટી છે. તે ભારત અને મલેશિયાના હૃદયોને જોડે છે. જે પ્રદર્શન મેં અને પીએમ અનવર ઈબ્રાહિમે જોયું, તે આ કનેક્શનને ખૂબ જ સુંદર રીતે દર્શાવે છે. તમે એક જીવંત સેતુ છો જે અમને જોડે છે."

    પીએમ મોદી બે દિવસીય પ્રવાસે આજે શનિવારે મલેશિયા પહોંચ્યા હતા. મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઈબ્રાહિમે એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ બંને નેતાઓ એકસાથે એક જ કારમાં કાર્યક્રમ સ્થળ માટે રવાના થયા હતા. કુઆલાલંપુરમાં પીએમ મોદીના સ્વાગતમાં મોટી સંખ્યામાં ભારતીય સમુદાય ઉમટી પડ્યો હતો. આ દરમિયાન લગભગ 800 લોકોએ પીએમ મોદીના સ્વાગતમાં શાસ્ત્રીય અને લોકનૃત્ય રજૂ કર્યા હતા.

    ત્યારબાદ પીએમ મોદીએ પોતાનું સંબોધન શરૂ કર્યું. વડાપ્રધાન જેવા પોતાનું સંબોધન શરૂ કરવા માટે મંચ પર પહોંચ્યા કે તરત જ ‘મોદી-મોદી’ના નારા ગુંજી ઉઠ્યા. લોકોએ તાળીઓના ગડગડાટ સાથે પૂરા ઉત્સાહથી પીએમનું સ્વાગત કર્યું.

    પ્રધાનમંત્રી મોદીએ તમિલ ભાષા અને સંસ્કૃતિની જોરદાર પ્રશંસા કરી. તેમણે કહ્યું, “તમિલના લોકોએ પોતાની પ્રતિભાથી માનવતાની સેવા કરી છે. હું ગર્વ સાથે કહું છું કે ભારતના ઉપરાષ્ટ્રપતિ થિરુ સીપી રાધાકૃષ્ણન, વિદેશ મંત્રી એસ જયશંકર, નાણામંત્રી નિર્મલા સીતારમણ, જેમણે આપણા દેશનું બજેટ 9 વખત રજૂ કર્યું છે, અને માહિતી અને પ્રસારણ મંત્રાલયના રાજ્ય મંત્રી મુરગન લોગનાથન મુરગન આ તમામ તમિલનાડુથી આવે છે.”

    સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું, “પીએમ અનવર ઈબ્રાહિમ અને હું તેમના પીએમ બન્યા તે પહેલાથી જ મિત્રો છીએ. ગયા વર્ષે હું આસિયાન સમિટ માટે આવી શક્યો ન હતો, પરંતુ મેં મારા મિત્રને વચન આપ્યું હતું કે હું જલ્દી મલેશિયા આવીશ. અને વચન મુજબ, હું અહીં છું. 2026માં આ મારી પ્રથમ વિદેશ યાત્રા છે. આ તહેવારોના સમયે તમારી વચ્ચે આવીને મને ખૂબ આનંદ થઈ રહ્યો છે.”

    પીએમ મોદીએ કહ્યું, “તમને ખબર છે કે પ્રધાનમંત્રી અનવર ઈબ્રાહિમ ખૂબ સારું ગીત ગાય છે, પરંતુ ઘણા ભારતીયોને આ ખબર નથી. મલેશિયાના પીએમના ભારત પ્રવાસ દરમિયાન ભારતીયો ખૂબ જ આશ્ચર્યચકિત થયા હતા. તેમના ગીતનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓ જૂનું બોલિવૂડ ગીત ગાઈ રહ્યા હતા. તેમને એમજીઆરના તમિલ ગીતો પણ ખૂબ ગમે છે.” તેમના આ કહેતાની સાથે જ પીએમ અનવર પણ હસી પડ્યા હતા.

    પીએમ મોદીએ કહ્યું, “આ પ્રસંગે મલેશિયામાં નેતાજી સર્વિસ સેન્ટર અને નેતાજી વેલફેર ફાઉન્ડેશનના પ્રયાસોને પણ સલામ કરું છું. આ ખરેખર અદભૂત બાબત છે કે તમે સદીઓથી ભારતીય પરંપરાઓને જાળવી રાખી છે. તાજેતરમાં, મેં ‘મન કી બાત’માં તમારા કાર્ય વિશે ઉલ્લેખ કર્યો હતો. મેં કહ્યું હતું કે મલેશિયામાં 500થી વધુ શાળાઓ છે જે ભારતીય ભાષાઓમાં શિક્ષણ આપે છે.”

    બીજી તરફ, મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઈબ્રાહિમે કહ્યું, “અમે આજે માત્ર નર્તકો જ નહીં, પરંતુ ત્યાં હાજર તમામ લોકોના ઉત્સાહ અને પ્રેમને અનુભવી શકીએ છીએ. કેવી રીતે આપણા બે મિત્રો, બે મહાન દેશો અને હું અને તમે, પ્રધાનમંત્રી મોદી. આ ખરેખર સન્માનની વાત છે. જેમ કે મેં તમને કારમાં કહ્યું હતું કે હું વ્યક્તિગત રીતે ખૂબ જ ઉત્સાહિત છું, ખૂબ આભારી છું કે મારો એક ખૂબ સારો મિત્ર, ભારતથી એક ખૂબ સારો મિત્ર મલેશિયામાં અમારી સાથે જોડાઈ રહ્યો છે.”

    પ્રધાનમંત્રી ઈબ્રાહિમે કહ્યું, “પીએમ મોદી, મેં તમારો સંઘર્ષ, તમારી રાજકીય મુશ્કેલીઓ જોઈ છે, અને મારે કહેવું જ જોઈએ કે હું ભાગ્યશાળી છું કે હું ભારતના મોદીજીનો એક ખૂબ સારો વ્યક્તિગત મિત્ર છું.”
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
apply