Skip to main content
Settings Settings for Dark

વૉશિંગ્ટનમાં યોજાશે ટ્રમ્પ દ્વારા રચિત ‘બોર્ડ ઓફ પીસ’ની પ્રથમ બેઠક: રિપોર્ટ

Live TV

X
  • ગાઝાના પુનઃનિર્માણ માટે ફંડ એકત્ર કરવાના હેતુથી 19 ફેબ્રુઆરીએ વૉશિંગ્ટનમાં 'બોર્ડ ઓફ પીસ'ની પ્રથમ બેઠક યોજાવાની શક્યતા છે. આ પેનલ આગામી બે વર્ષ સુધી ગાઝાના યુદ્ધ પછીના વહીવટની દેખરેખ રાખશે, જોકે રમઝાનની શરૂઆત અને ઇઝરાયેલના સહયોગ જેવા મુદ્દાઓ હાલ પડકારરૂપ બની રહ્યા છે.

    ગાઝાના પુનઃનિર્માણ માટે ભંડોળ એકત્ર કરવાના પ્રયાસોના ભાગરૂપે વૉશિંગ્ટનમાં ‘બોર્ડ ઓફ પીસ’ની બેઠક યોજાશે. અમેરિકન મીડિયા આઉટલેટ એક્સિઓસ (Axios) એ આ માહિતી આપી છે.

    એક અમેરિકન અધિકારી અને બોર્ડનો હિસ્સો રહેલા ચાર દેશોના રાજદ્વારીઓના હવાલાથી શુક્રવારે અહેવાલ આપ્યો હતો કે, આ બેઠક 19 ફેબ્રુઆરીના રોજ યોજવાનું આયોજન છે. જેનો મુખ્ય એજન્ડા ગાઝાના પુનઃનિર્માણ માટે ફંડ એકત્ર કરવાનો રહેશે. જોકે, આ લોકોએ એમ પણ જણાવ્યું છે કે આ તારીખમાં ફેરફાર શક્ય છે.

    બીજી તરફ ઇઝરાયેલી ન્યૂઝ સાઇટ ‘ધ ટાઇમ્સ ઓફ ઇઝરાયેલ’ એ પણ બે અરબ રાજદ્વારીઓના હવાલાથી આ વાતની પુષ્ટિ કરી છે.

    રાજદ્વારીઓએ જણાવ્યું કે અમેરિકાએ શુક્રવારે બપોરે પેનલમાં સામેલ અન્ય 26 દેશોને આમંત્રણ મોકલ્યું છે. એક્સિઓસ ન્યૂઝ સાઇટના અહેવાલ મુજબ, એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ તારીખ રમઝાનના પવિત્ર મહિનાની શરૂઆત સાથે આવતી હોવાથી મુસ્લિમ નેતાઓને તેમાં સામેલ થવામાં મુશ્કેલી પડી શકે છે.

    અમેરિકાએ ગયા મહિને સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દરમિયાન ‘બોર્ડ ઓફ પીસ’માટે હસ્તાક્ષર સમારોહ યોજ્યો હતો. પરંતુ ઘણા દેશો તેમાં સામેલ થયા ન હતા. મોટાભાગના દેશોને આ મુખ્ય સમારોહ માટે આમંત્રણ અપાયું હતું, પરંતુ કથિત રીતે ‘બોર્ડ ઓફ પીસ’ના ચાર્ટર અંગેની અસુવિધાને કારણે અનેક દેશોએ તેનાથી અંતર જાળવ્યું હતું.

    જોકે, અમેરિકન અધિકારીઓએ સાથી દેશોને ખાતરી આપવાનો પ્રયાસ કર્યો છે કે બોર્ડ ઓફ પીસ અત્યારે માત્ર ગાઝાના મુદ્દાઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરશે. આ યુએન સુરક્ષા પરિષદના પ્રસ્તાવ મુજબ જ છે, જેણે આ પેનલને આગામી બે વર્ષ માટે ગાઝા પટ્ટીના યુદ્ધ પછીના વ્યવસ્થાપનની દેખરેખ કરવાનો અધિકાર આપ્યો છે.

    ટાઇમ્સ ઓફ ઇઝરાયેલના જણાવ્યા અનુસાર, આરબ રાજદ્વારીઓએ કહ્યું કે ગાઝા બોર્ડ ઓફ પીસના વડા નિકોલે મ્લાડેનોવ માનવીય સહાય પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેથી NCAG (ગાઝા વહીવટ માટે બનાવવામાં આવેલી રાષ્ટ્રીય સમિતિ) ને ગાઝા પટ્ટીમાં પ્રવેશવા માટે જરૂરી સાધનો મળી શકે.

    જોકે, તેમને ઇઝરાયેલ સરકારને સહયોગ માટે મનાવવામાં મુશ્કેલી પડી રહી છે, કારણ કે જેરૂસલેમ (ઇઝરાયેલ) એ વાત પર ભાર મૂકી રહ્યું છે કે માત્ર જીવન બચાવવા માટે જરૂરી હોય તેવી જ સહાય તે વિસ્તારોમાં જવા દેવામાં આવે જ્યાં હમાસ હજુ પણ સક્રિય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
apply