મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા સંયુક્તરાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પ્રસ્તાવ લવાશે
Live TV
-
જૈશ એ મોહમ્મદે જ પુલવામાં હુમલાની જવાબદારી લીધી હતી. તે પછી વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે સંયુક્ત રાષ્ટ્રસુરક્ષા પરિષદમાં એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
વૈશ્વિક આતંકવાદી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાટે સંયુક્તરાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આજે એક પ્રસ્તાવ લાવવામાં આવશે. જૈશ એ મોહમ્મદે જ ,પુલવામાં હુમલાની જવાબદારી લીધી હતી. તે પછી વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે ,સંયુક્ત રાષ્ટ્રસુરક્ષા પરિષદમાં ,એક પ્રસ્તાવ ૂ રજૂ કર્યો હતો. આજે યુએનએસસીની ,1267 સભ્યોની સમિતિ દ્વારા આ પ્રસ્તાવ પર ચર્ચા થવાની આશા છે. એ સાથે જ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકારના પરિષદમા ,40મા સત્રમાં ,ગઈકાલે પાકિસ્તાન ફરીવાર બેનકાબ થયું હતું. પ્રતિબંધિત જૈશ એ મોહમ્મદના વડા મસૂદ અઝહર વિરુદ્ધ યુએનએસસીમાં ,પસ્તાવ પર ચર્ચા શરૂ થાય ,તે પહેલા ભારતે જવાબ દેવાના અધિકારનો ઉપયોગ કરી કહ્યું, કે પાકિસ્તાન હજુ પણ આતંક વાદનું સમર્થન કરી રહ્યું છે. પાકિસ્તાન જમ્મૂ-કાશ્મીરને લઈને પણ ,જુઠ્ઠાણા ફેલાવી રહ્યું છે.
