Skip to main content
Settings Settings for Dark

માલદીવની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભારતના ચૂંટણી કમિશ્નર અરુણ ગોયલ નિરિક્ષક બન્યા

Live TV

X
  • ભારતના ચૂંટણી કમિશ્નર અરુણ ગોયલના નેતૃત્વમાં 3 સભ્યોનું પ્રતિનિધિમંડળ માલદીવમાં જાહેર થયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં નિરિક્ષક તરીકે ગયું છે. કાલે માલદીવમાં રાષ્ટ્રપતિ પદ માટે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. જેમાં કોઈને પણ બહુમતી નથી મળી. જેના કારણે હવે 30 સપ્ટેમ્બરે સૌથી વધુ મત મેળવનાર પહેલા 2 ઉમેદવારોમાંથી કોઈ એકની નિમણૂંક માટે મતદાન થશે. ભારતના ચૂંટણી પ્રતિનિધિ મંડળે 22 મતદાન કેન્દ્રોની મુલાકાત કરી હતી. અને મતદાન પ્રક્રિયા, મતદાન પ્રણાલીનું અવલોકન કર્યું હતું. અહીં તેમને નોંધણી અને ઓળખ, મતદાન માટે બૂથ વ્યવસ્થા અને માલદીવના ચૂંટણી પંચને અનેક મુદ્દાઓથી અવગત કરાયા. ચૂંટણી અવલોકન કાર્યમાં અન્ય દેશો અને સંગઠનોના આંતરરાષ્ટ્રીય નિરિક્ષકોએ પણ ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે માલદીવના ચૂંટણી પંચમાં અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને 3 અન્ય કમિશ્નર સામેલ છે. રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાઓની સંખ્યા 2,82,395 છે. અહીં 574 મતદાન કેન્દ્ર  અને એક મતપેટીમાં નોંધણી કરાયેલા મતદાતાઓની મહત્તમ સંખ્યા 850 છે. આમાંથી 8 પેટીઓ વિદેશમાં રહેનારા માલદીવના નાગરિકો માટે વિદેશોમાં સ્થાપિત કરવામાં આવી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply