Skip to main content
Settings Settings for Dark

મોઝામ્બિકમાં વાવાઝોડામાં 200થી વધુ લોકોના મોત, 1000થી વધુ લાપતા

Live TV

X
  • વાવાઝોડાંથી ઝિમ્બાબ્વેમાં પણ વિનાશનું દ્રશ્ય જ જોવા મળી રહ્યું છે. ઇદાઇ વાવાઝોડાંએ મોઝામ્બિકના બેરા શહેરને લગભગ નષ્ટ જ કરી દીધું છે. ભારે પવન અને પૂરના કારણે જાનમાલને નુકસાન થયું છે.

    મોઝામ્બિકમાં ગત સપ્તાહે આવેલા ભયંકર અને વિનાશકારી વાવાઝોડાંના કારણે જનજીવન ઠપ્પ થઇ ગયું છે. આ વાવાઝોડાંમાં અત્યાર સુધી 200 થી વધુ લોકોનાં મોત થયાની પુષ્ટિ થઈ છે, જયારે 1,000 લોકો ગુમ થયાછે. વાવાઝોડાંથી ઝિમ્બાબ્વેમાં પણ વિનાશનું દ્રશ્ય જ જોવા મળી રહ્યું છે. ઇદાઇ વાવાઝોડાંએ મોઝામ્બિકના બેરા શહેરને લગભગ નષ્ટ જ કરી દીધું છે.

    ભારે પવન અને પૂરના કારણે જાનમાલને નુકસાન થયું છે. પૂરના પાણીમાં અનેક મકાનો અને સડકો પણ વહી ગયાં છે. આ ત્રણ દક્ષિણ આફ્રિકન દેશોમાં, વાવાઝોડાંની અસરના કારણે 15 લાખ લોકો પ્રભાવિત થયા છે. ચક્રવાતની સૌથી વધુ અસર મોઝામ્બિકના કેન્દ્રિય પોર્ટ શહેર બેરામાં થઇ છે. અહીં એરપોર્ટ બંધ કરી દીધા છે. મકાનો નષ્ટ થયા છે અને કેટલાંક ક્ષતિગ્રસ્ત થયા છે. જો કે, મોતનો સત્તાવાર આંકડો હવાઇ સર્વે બાદ બહાર આવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply