Skip to main content
Settings Settings for Dark

મોરક્કોમાં આવેલા ભૂકંપમાં 2 હજારથી વધુ લોકોનાં મોત

Live TV

X
  • 3 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી

    મોરોક્કોમાં શુક્રવારે મોડી રાત્રે આવેલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 2 હજારથી વધુ લોકોનાં મોત થયા છે. બીબીસીના જણાવ્યા અનુસાર 1400થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. કિંગ મોહમ્મદ VIએ 3 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. તેમણે પીડિતોને ભોજન, આશ્રય અને અન્ય મદદ આપવાનો આદેશ આપ્યો છે.મોરોક્કન જિયોલોજિકલ સેન્ટરના જણાવ્યા અનુસાર ભૂકંપની તીવ્રતા 7.2 હતી. જો કે, યુએસ જીઓલોજિકલ સર્વેએ તેની તીવ્રતા 6.8 જણાવી છે. એમ પણ કહ્યું કે 120 વર્ષમાં આ વિસ્તારમાં આવેલો આ સૌથી વિનાશક ભૂકંપ છે.

    મોરોક્કન સ્ટેટ ટેલિવિઝનના અહેવાલ મુજબ ભૂકંપના કારણે ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે. ધરતીકંપનું કેન્દ્ર એટલાસ પર્વતની નજીકનું ઇધિલ ગામ હોવાનું જાણવા મળ્યું છે, જે મારાકેશ શહેરથી 70 કિલોમીટર દૂર છે. ભૂકંપની ઊંડાઈ જમીનથી 18.5 કિલોમીટર નીચે હતી. ભૂકંપના આંચકા છેક પોર્ટુગલ અને અલ્જીરિયા સુધી અનુભવાયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply