મોસ્કોમાં ભારત અને ચીનના વિદેશ મંત્રી વચ્ચે યોજાઈ બેઠક
Live TV
-
LAC પર તણાવને સમાપ્ત કરવા અને વિશ્વાસ જાળવી રાખવાના નવા ઉપાયો પર તેજ ગતિથી કામ કરવા પર બની સંમતિ.
લદાખમાં ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે મોસ્કોમાં ભારત અને ચીનના વિદેશમંત્રીઓ વચ્ચે મુલાકાત થઈ હતી. વિદેશ મંત્રી એસ. જયશંકર અને તેમના ચીની સમકક્ષ વાંગ યી ની વચ્ચે મોસ્કોમાં ચાર મહિનાથી લદાખમાં ચાલી રહેલા સીમા ગતિરોધ અને વધતા જતાં તણાવ અંગે વાતચીત કરી હતી.
આ બેઠક સંઘાઈ સહયોગ સંગઠન અંતર્ગત થઈ હતી. છેલ્લા એક સપ્તાહ કરતાં ઓછા સમયમાં બંને દેશો વચ્ચે આ બીજી ઉચ્ચ સ્તરીય વાટાઘાટ હતી. આ દ્વિપક્ષીય વાતચીતમાં બંને પક્ષો પાંચ મુદ્દાઓ ઉપર સહમત થયા હતા.
બંને દેશના વિદેશમંત્રીઓએ સહમતી દર્શાવીને સીમાક્ષેત્રમાં વર્તમાન પરિસ્થિતિ કોઈ પણ પક્ષના હિતમાં નથી. ભારત ચીન સંબંધોને લઈને નેતાઓની આમ સહમતિની શ્રેણીમાં માર્ગદર્શન લેવું જોઈએ.
સાથે વિવાદોને મતભેદ બનવા ન દેવા જોઈએ. આ ઉપરાંત એલ.એ.સી. પર ચાલી રહેલા ગતિરોધને સમાપ્ત કરવા માટે અને વિશ્વાસ પ્રસ્થાપિત કરવા માટેના નવા ઉપાયો ઉપર ઝડપથી કામ કરવા બંને દેશો વચ્ચે સહમતી સધાઈ હતી.
