Skip to main content
Settings Settings for Dark

અમેરિકા: રિપબ્લિકન પાર્ટીના ચૂંટણી પ્રચાર અભિયાનમાં આ વીડિયો મચાવી રહ્યો છે ધૂમ

Live TV

X
  • ‘હાઉડી મોદી' અને ‘નમસ્તે ટ્રમ્પ' વીડિયો ખૂબ લોકપ્રિય

    અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીના ચૂંટણી પ્રચાર અભિયાનમાં હ્યૂસ્ટનમાં આયોજીત હાઉડી મોદી અને અમદાવાદમાં આયોજીત કાર્યક્રમમાં નમસ્તે ટ્રમ્પ પર બનેલો એક વીડિયો ત્યાં વસતા ભારતીયોમાં ખૂબ લોકપ્રિય થઇ રહ્યો છે...107 સેકન્ડનો વીડિયો - ‘ફોર મોર ઇયર્સ' રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી મોદીના હાથમાં હાથ નાખીને તસવીર સાથે શરૂ થાય છે...આ કાર્યક્રમ ગયા વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રા દરમિયાન હ્યૂસ્ટનના NRG સ્ટેડિયમમાં આયોજીત કરવામાં આવ્યો હતો...અન્ય એક વીડિયોમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પ્રથમ મહિલા લેડી મેલાનિયા ટ્રમ્પની અમદાવાદ યાત્રા દરમિયાન નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમની છબી પ્રસ્તુત કરવામાં આવી છે...વીડિયોમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ એ કહેતા સંભળાય છે કે, અમેરિકા, ભારતને પ્રેમ કરે છે અને અમેરિકા ભારતનું સન્માન કરે છે...અમેરિકા ભારતના લોકો પ્રત્યે હંમેશા મિત્રવત અને વફાદાર રહેશે...એવું માનવામાં આવે છે કે ત્રણ નવેમ્બરે અમેરિકામાં યોજાનારી રાષ્ટ્રપતિ ચૂંટણીને જોતા ત્યાં વસતા ભારતીય સમુદાયના મતદાતાઓને લલચાવવા માટે આ વીડિયોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply