અમેરિકા: કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગને પગલે 2 લાખ એકર વિસ્તારમાં નુકસાન
Live TV
-
અમેરિકાના કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગે એક મોટા હિસ્સાને પોતાની ચપેટમાં લઈ લીધો છે. કેલિફોર્નિયાના વન વિભાગના જણાવ્યા મુજબ આ આગ 22 લાખ એકર વિસ્તારમાં પ્રસરી ગઈ છે.
25 સ્થાનો પર લાગેલી આ આગ ઉપર કાબૂ મેળવવા માટે 14 હજારથી વધુ અગ્નિશમન દળના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. મધ્ય કેલિફોર્નિયાના જંગલોમાં ગત સપ્તાહમાં લાગેલી આગની ઘટનામાં ફરવા ગયેલા 200થી વધુ પર્યટકો ફસાયા હતા જેને બચાવવા માટે અગ્નિશમન દળના સભ્યો દ્વારા હેલિકોપ્ટર મારફતે અત્યાર સુધીમાં 214 જેટલા પર્યટકોને બહાર કઢાયા છે.
