Skip to main content
Settings Settings for Dark

વિદેશમંત્રી એસ. જયશંકર રશિયાના 4 દિવસીય પ્રવાસ અંતર્ગત મોસ્કો પહોંચ્યા

Live TV

X
  • વિદેશ મંત્રી એસ. જયશંકર સંઘાઈ સહયોગ સંગઠન એટલે કે એસસીઓના વિદેશમંત્રીઓની પરિષદની આજથી શરૂ થઈ રહેલી બેઠકમાં ભાગ લેવા માટે રશિયાના ચાર દિવસના પ્રવાસ અંતર્ગત મોસ્કો પહોંચી ગયા છે. તેમનો આ પ્રવાસ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના મોસકોના પ્રવાસ બાદ ટૂંકા સમયમાં થઈ રહ્યો છે.

    રાજનાથસિંહ આઠ સભ્યોવાળી એસસીઓના સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા મોસ્કો ગયા હતા. એસસીઓના સદસ્ય દેશોમાં ભારત અને ચીન પણ સામેલ છે. આ પરિષદની ત્રીજી બેઠક છે. જેમાં ભારત પૂર્ણ સદસ્ય તરીકે સામેલ થશે.

    રશિયા પહોંચતા અગાઉ વિદેશ મંત્રી એસ. જયશંકર ગઇકાલે તહેરાનમાં રોકાયા હતા. અને ત્યાં તેમના સમકક્ષ જવાદ જરીફની સાથે ચર્ચા કરી હતી. જેમાં દ્વિપક્ષીય અને ક્ષેત્રિય ઘટનાઓના વિભિન્ન પાસાઓ અંગે ચર્ચા કરી હતી. તહેરાન રોકાણ દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરની વિદેશ મંત્રી જવાદ જરીફની સાથે સાર્થક બેઠક થઈ હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply