યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કી યુક્રેન માટે સમર્થન મેળવવા પશ્ચિમી દેશોના પ્રવાસે
Live TV
-
સોમવારે બ્રિટનમાં પ્રધાનમંત્રી ઋષિ સુનક સાથે મુલાકાત કરી
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. તો બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કી યુક્રેન માટે સમર્થન મેળવવા પશ્ચિમી દેશોના પ્રવાસ માટે નીકળ્યા છે. જેલેંસ્કીએ સોમવારે બ્રિટનમાં પ્રધાનમંત્રી ઋષિ સુનક સાથે મુલાકાત કરી હતી. જેમાં બ્રિટને યુક્રેનને સમર્થન આપતા સૈન્ય સહાયતા, રક્ષા મિસાઈલ અને સશસ્ત્ર ડ્રોન આપવાની રજૂઆત કરી હતી. જેલેંસ્કી બ્રિટનની પહેલા જર્મની, ઈટલી અને ફ્રાંસના પ્રવાસે ગયા હતા. જ્યાં રવિવારે પેરિસમાં રાષ્ટ્રપતિ ઈમ્યેનુઅલ મેક્રો સાથે મુલાકાત કરી હતી. જર્મનીએ પણ યુક્રેનને લીયોપાઈ બેટલ ટેન્ક, ચાર નવી એર ડિફેન્સ સિસ્ટમ અને બખ્તરબંધ ગાડીઓ આપવાનો વાયદો કર્યો છે.
