Skip to main content
Settings Settings for Dark

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને ફાંસી આપવાની માંગ, સુપ્રીમ કોર્ટ સામે ધરણાં પ્રદર્શન

Live TV

X
  • વિપક્ષ નેતા રાજા રિયાજ અહમદ ખાને ઈમરાન ખાનને ફાંસી આપવાની માંગ કરી.

    પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી અને PTI ચીફ ઈમરાન ખાનની ધરપકડ પછી પાકિસ્તાનમાં અરાજકતા અને હિંસા ફેલાઈ ગઈ છે. ઈમરાન ખાનને સુપ્રીમ કોર્ટમાંથી જામીન આપવામાં આવ્યા છે, પરંતુ સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પછી વિરોધ કરવામાં આવી રહ્યો છે અને પાકિસ્તાન ચીફ જસ્ટિસ ઉમર અતા બંદિયાલને હટાવવાની માંગ કરવામાં આવી રહી છે. જે માટે સુપ્રીમ કોર્ટ સામે ધરણાં પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ અંગે સંસદમાં નિંદા પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. પાકિસ્તાનની સંસદમાં પણ ઈમરાન ખાનને ફાંસી આપવાની માંગ કરવામાં આવી રહી છે. નેશનલ એસેમ્બ્લીમાં વિપક્ષ નેતા રાજા રિયાજ અહમદ ખાને ઈમરાન ખાનને ફાંસી આપવાની માંગ કરી છે. પાકિસ્તાન સેનાએ ઈમરાન ખાન સહિત હિંસા ફેલાવનાર આરોપીઓને સજા આપવાનો નિર્ણય કર્યો છે. આ મામલે આર્મી એક્ટ અને ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ ગંભીર જોગવાઈ છે. જેથી ઈમરાન ખાન તથા પાર્ટી નેતાઓ અને કાર્યકર્તાઓને ફાંસીની સજા તથા આજીવન કેદની સજા થઈ શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply