આજથી ફ્રાંસમાં શરૂ થશે 76મો કાન્સ ફિલ્મ ફેસ્ટીવલ, ફેસ્ટીવલમાં બતાવવામાં આવશે 4 ભારતીય ફિલ્મો
Live TV
-
કાન ફિલ્મ ફેસ્ટીવલમાં ચાર ભારતીય ફિલ્મોની પસંદગી કરવામાં આવી છે.
માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડો.એલ મુરૂગન આજથી 27 મે સુધી યોજાનાર કાન આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. કાન મહોત્સવના ઉદધાટન સમારોહમાં ડો.મુરૂગન રેડકાર્પેટ પર ભારતીય સંસ્કૃતિને પ્રદર્શિત કરનાર પારંપરિક તમિલ પોષાકમાં જોવા મળશે. તેમની સાથે વિવિધ બોલીવુડના સિતારાઓ જોવા મળશે. માહિતી અને પ્રસારણમંત્રી અનુરાગ ઠાકુર મહોત્સવના ઉદધાટન સત્રને વિડિયો સંદેશથી સંબોધન કરશે. તેઓ ભારતના વિષય વસ્તુ નિર્માણના રૂપમાં પ્રદર્શિત કરશે. મહોત્સવમાં ભારતીય પંડાલને અમદાવાદના નેશનલ ઇન્સસ્ટીટ્યુટ ઓફ ડીઝાઇન સંસ્થા દ્વારા તૈયાર કરાયું છે. તેની મુખ્ય વિષય વસ્તુ શોકેઝીંગ ઇન્ડિયાઝ ક્રિયેટીંવ ઇકોનોમી છે. કાન ફિલ્મ ફેસ્ટીવલમાં ચાર ભારતીય ફિલ્મોની પસંદગી કરવામાં આવી છે.
ફિલ્મકાર ગુનીત મોંગા, અભિનેત્રી માનુષી છિલ્લર, એશા ગુપ્તા અને પ્રસિદ્ધ મણિપુરી અભિનેતા કાંગાબામ તોંબા પણ ફિલ્મ સમારોહમાં ભાગ લઈ રહ્યા છે. ફિલ્મ સમારોહમાં વૈશ્વિક સમુદાય માટે ભારતની રચનાત્મક અર્થવ્યવસ્થાના પ્રદર્શન પર ભારતીય પેવેલિયનનું નિર્માણ કરવામાં આવ્યું છે. માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડો.એલ મુરૂગને આંતરરાષ્ટ્રીય ફિલ્મ માટે એક પ્રોત્સાહન રકમ જાહેર કરી છે.
