Skip to main content
Settings Settings for Dark

યૂક્રેને રશિયાના સુખોઇ બોમ્બર સહિત 4 ફાઈટર જેટ તોડી પાડ્યા

Live TV

X
  • રશિયા-યૂક્રેન યુદ્ધ વકરી રહ્યું છે ત્યારે રિશિયાન મીડિયાના એક અહેવાલ મુજબ રશિયાએ બ્રાંસ્ક ક્ષેત્રમાં યુક્રેન સરહદ નજીક રશિયાના ચાર વિમાન તોડી પાડ્યા છે. બ્રાંસ્ક ક્ષેત્રમાં રશિયાનું એક સુખોઈ એસયુ-34 ફાઇટર બોમ્બર, એક એસયુ-35 ફાઈટર અને બે એમઆઈ-8 હેલિકોપ્ટર યુક્રેન સરહદ નજીક હવામાં જ ફૂંકી મરાયા હતા. આ ચારેય યુદ્ધ વિમાનો યૂક્રેનના ચેર્નિહાઈવ ક્ષેત્રમાં લક્ષ્ય પર મિસાઇલ અને બોમ્બથી હુમલા કરવાના હતા. આ વ્યૂહરચના અંતર્ગત હેલિકોપ્ટર સુખોઈ યુદ્દ વિમાનના ક્રૂ મેમ્બર્સને લેવા ગયા હતા ત્યારે દ કેમને તોડી પાડવામાં આવ્યા.

    કેટલાક સૈન્ય બ્લોગર્સ દ્વારા પણ આ દાવો કરાયો છે. જોકે રશિયાના સંરક્ષણ મંત્રાલય કે યૂક્રેન તરફથી હુજૂ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા નથી આવી. યૂક્રેન સામાન્ય રીતે રશિયન ક્ષેત્રમાં હુમલાના અહેવાલો અંગે ટિપ્પણી કરવાનું ટાળતું આવ્યું છે. બીજી તરફ યૂક્રેન સમર્થક સોશિયલ મીડિયામાં રશિયાના ચાર યુદ્ધ વિમાન તોડી પડાયાના સમાચાર છવાયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply