યુક્રેનમાં ચાલુ યુદ્ધ વચ્ચે એક પરમાણુ પ્લાન્ટમાં આગ લાગી હોવાનો યુક્રેનનો દાવો
Live TV
-
યુક્રેનના અધિકારીઓએ દાવો કર્યો છે કે, યુક્રેનના પરમાણુ સંયત્રોમાં આગ લાગી છે. જોકે યુક્રેનનો એવો પણ દાવો છે કે, પરમાણુ પ્લાન્ટમાં વિકિરણોના સ્તરમાં કોઈ બદલાવ નથી જોવા મળ્યો. બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોન્સને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે ફોન પર વાત કરી હતી અને યુક્રેનની હાલની સ્થિતિની જાણકારી મેળવી છે. જો બાઈડેને કહ્યુ છે કે, રશિયા પરમાણુ સંયંત્રો પર લાગેલી આગ બુઝાવવા માટે આપાતકાલીન ટીમને કામ કરવા દે. બ્રિટને રશિયાને યુક્રેનમાં થઈ રહેલા હુમલાઓને તત્કાલ રોકવા માટે જણાવ્યુ છે. ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યુ છે કે, રશિયા યુક્રેનમાં પરમાણુ સંયંત્રો પાસે સશસ્ત્ર હુમલાઓને અંજામ ન આપે.
