Skip to main content
Settings Settings for Dark

યુક્રેન યુદ્ધઃ રશિયન સેનાના હવાઈ હુમલાઓ વચ્ચે સેવેરોદોનેત્સક શહેરમાં 10 હજાર લોકો ફસાયા

Live TV

X
  • ફેબ્રુઆરી મહિનાના અંત ભાગમાં શરુ થયેલું રશિયા અને યુક્રેનનું યુદ્ધ હજી પણ યથાવત છે. રશિયાની સેના હાલ એક-એક કરીને યુક્રેનના શહેરોને તબાહ કરી રહી છે. ત્યારે છેલ્લા એક અઠવાડિયાથી યુક્રેનના પૂર્વી ઔધ્યોગિક શહેર સેવેરોદોનેત્સક, લુહાન્સકમાં ભિષણ યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયન સેનાએ યુક્રેનના દરેક રક્ષાત્મક સાધનો અને જગ્યાઓને તબાહ કર્યા છે. જો કે, આ ભીષણ હુમલોઓ થવા છતાં સેવેરોદોનેત્સક શહેર યુક્રેની સૈનિકોના નિયંત્રણમાં છે. 

    રશિયા સામે યુદ્ધ લડી રહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ સહયોગી દેશોને વધુ હથિયારો અને સહાય કરવા માટે અપિલ કરી છે. યુક્રેની સેનાએ લાંબી રેન્જના હથિયાર મળે તો રશિયાના સૈનિકોને શહેરમાંથી બહાર કરી શકે છે. હાલ સેવેરોદોનેત્સક શહેરમાં રશિયન સેનાના હવાઈ હુમલાના કારણે લોકોને શહેરમાંથી બહાર લઈ જવામાં મુશ્કેલી થઈ રહી છે. ઉલ્લેખનિય છે કે, શહેરમાં હજી પણ અંદાજે 10 હજાર લોકો ફસાયેલા છે. અત્યાર સુધી શહેરમાં 4 નાગરિકોનાં મોત થયા છે અને 11 નાગરિકો ઈજાગ્રસ્ત થયા છે. 

    ખારકીવમાં પણ રશિયાએ હુમલા વધારી દિધા છે અને ગુરુવારે ઘણી મિસાઈલ દાગવામાં આવી હતી. આ હુમલાઓમાં 3 નાગરિકોનાં મોત થયા છે અને 5 નાગરિકો ઈજાગ્રસ્ત થયા છે. આ પહેલાં યુક્રેની સેનાએ રશિયાના સૈનિકોને ખારકીવમાંથી હાંકી કાઢ્યા હતા. જો કે હજી પણ રશિયા ખારકીવમાં હુમલા કરી રહ્યું છે.

    બીજી તરફ ટાઈમ મેગેઝિને જાહેર કરેલા દુનિયાના 100 પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદોમિર ઝેલેન્સકીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ અંગે ઝેલેન્સકીએ કહ્યું કે, અમે રશિયાના હુમલા સામે દુનિયાના દેશોને સાથે લાવવા માટે મદદ કરનાર અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનના આભારી છીએ. આ સાથે તેમણે સહયોગી દેશોને વધુ હથિયારો આપવા માટે અપિલ કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply