વૈશ્વિક સ્તરે કોરોનાનાં કેસોની સંખ્યા વધીને 53.15 કરોડને પાર
Live TV
-
વૈશ્વિક સ્તરે કોરોનાનાં કેસોની સંખ્યા વધીને 53.15 કરોડને પાર થઈ છે જ્યારે 63 લાખથી વધુ લોકોનાં મૃત્યુ નોંધાયા છે. છેલ્લા ચોવીસ કલાકમાં 6 લાખથી વધુ કેસો નોંધાયા છે. જ્યારે છેલ્લા સાત દિવસમાં 31 લાખથી વધુ કેસોનો વધારો જોવા મળ્યો છે. અમેરિકામાં કોરોના સંક્રમણની સૌથી વધુ ગંભીર અસર દેખાઇ રહી છે. અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોનાનાં 8.41 કરોડથી વધુ કેસો નોંધાયા છે અને 9 લાખથી વધુ દર્દીઓનાં મૃત્યુ થયા છે. જ્યારે અમેરિકામાં દૈનિક 1 લાખથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે અને યુકેમાં એક્ટિવ કેસોની સંખ્યા 2.23 કરોડને પાર થઈ છે, જ્યારે યુરોપીય દેશોમાં ફ્રાન્સમાં અત્યાર સુધી સૌથી વધુ 2.88 કરોડ, જર્મનીમાં 2.66 કરોડ જેટલા કેસ નોંધાયા છે અને ઈટાલીમાં 1.75 કરોડથી વધુ કેસો નોંધાયા છે.
