યુગાન્ડાની શાળામાં થયેલા આંતકવાદી હુમલામાં 40 લોકો મોત
Live TV
-
યુગાન્ડાની શાળામાં થયેલા આતંકવાદી હુમલામાં 40 લોકોના મોત થાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર, યુગાન્ડામાં ઇસ્લામિક સ્ટેટ આતંકવાદી જૂથ સાથે જોડાયેલા શંકાસ્પદ બળવાખોરો દ્વારા શુક્રવારે એક શાળા પરના હુમલો કરતા 40 લોકો મૃત્યું થાય હતાં અને આઠ જેટલા લોકો ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, મૃતકોમાં મોટાભાગના શાળાના વિદ્યાર્થીઓ છે. મોટાભાગના શાળાના બાળકો પશ્ચિમ યુગાન્ડાના કાસેસ પ્રદેશની લુબિરિહા માધ્યમિક શાળાના હતા જેઓ હોસ્ટેલમાં રહેતા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઘણા લોકોનું પણ અપહરણ કરવામાં આવ્યું છે, જેમાં મોટાભાગની છોકરીઓ છે. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના સહયોગી લોકશાહી દળો આ હુમલા માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે. યુગાન્ડાના સૈન્યના જણાવ્યા અનુસાર, પાંચ શંકાસ્પદ વિદ્રોહીઓએ હુમલો કર્યો હતો, શાળાની ઇમારતને આગ લગાવી હતી અને ખાદ્ય સામગ્રીની લૂંટ ચલાવી હતી. સેનાએ કહ્યું કે હજુ પણ કેટલાય બાળકો ગુમ છે અને જાનહાનિનો ચોક્કસ આંકડો જાણી શકાયો નથી. સેનાએ વિદ્રોહીઓને પકડવા માટે પર્વતીય વિસ્તારોમાં હેલિકોપ્ટર મોકલ્યા છે.
