Skip to main content
Settings Settings for Dark

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન પહોંચ્યા બિજિંગ, ચીનની સાથે તણાવ ઘટાડવા કરશે ચર્ચા 

Live TV

X
  • અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન બે દિવસ માટે ચીનના પ્રવાસે પહોંચ્યા છે. આ પ્રવાસ દરમિયાન અમેરિકા અને ચીન વચ્ચે વધતા તણાવને ઓછો કરવાના પ્રયાસ પર ચર્ચા કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, પાંચ વર્ષ પછી અમેરિકાનો કોઈ ટોચનો અધિકારી ચીનની રાજકીય યાત્રા પર પહોંચ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમેરિકાના અધિકારીઓ સાથે એન્ટની બ્લિંકન રવિવારે ચીનના કિન ગાંગ અને સોમવારે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના વિદેશ નીતિના પ્રમુખ વાંગ યી સે સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે પણ મુલાકાત થઈ શકે છે. 
    અગાઉ ચીનના વિદેશ મંત્રી કિન ગાંગને બ્લિંકને જણાવ્યું હતું કે, અમેરિકાને તાઈવાન મુદ્દે ચીનની સ્થિતિનો સન્માન કરવો જોઈએ. તેમણે ચેતાવણી આપતા જણાવ્યું હતું કે, ચીનના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ કરવાનું બંધ કરવું જોઈએ. ફેબ્રુઆરી 2023માં તેઓ ચીનનો પ્રવાસ કરવાના હતાં. પરંતુ સંયુક્ત રાજ્યમાં અમેરિકા પર એક શંકાસ્પદ જાસુસી ફુગ્ગા પછી પ્રવાસ સ્થગિત કરવામાં આવ્યો હતો. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply