યુદ્ધ પ્રભાવિત સુદાનમાં 22મે થી 7 દિવસ માટે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી
Live TV
-
યુદ્ધ પ્રભાવિત સુદાનમાં 22મે થી સાત દિવસ માટે એટલે 29 મે સુધી યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે.
યુદ્ધ પ્રભાવિત સુદાનમાં 22મે થી સાત દિવસ માટે એટલે 29 મે સુધી યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે. શનિવારે રાજધાની ખાર્તુમમાં ભીષણ હવાઈ હુમલા થયા હતા. સુદાનની સશસ્ત્ર દળોએ કતાર એમ્બેસીમાં તોડફોડ કરી હતી. સુદાનમાં છેલ્લા ઘણા દિવસોથી સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં સાઉદી અરેબિયા અને અમેરીકાની મધ્યસ્થાને કારણે રાજધાની ખાર્તુમમાં પાંચ અઠવાડિયાથી ચાલી રહેલા હુમલાઓ પર 7 દિવસ માટે યુદ્ધ વિરામ લાગશે જ્યારે સુદાની સેના દ્વારા કહેવામાં આવ્યું કે નાગરિકો અને હોસ્પિટલની સુરક્ષા માટે યુદ્ધ વિરામમાં સહયોગ કરશે.
