યુનાઈટેડ નેશન્સે સમુદ્રમાં દરિયાઈ જીવોના રક્ષણ માટે પ્રથમવાર દેશો વચ્ચે સંધિ કરી
Live TV
-
193 સભ્ય દેશોના પ્રતિનિધિઓએ આનંદ સાથે સંધિને મંજૂરી આપી
સંયુક્ત રાષ્ટ્રસંઘના સભ્યોએ ખુલ્લા સમુદ્રમાં દરિયાઈ જીવોના રક્ષણ માટે પ્રથમ સંધિ કરી છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે આ ઐતિહાસિક કરારની પ્રશંસા કરી છે. 193 સભ્ય દેશોના પ્રતિનિધિઓએ કોઈ પણ વિરોધ વગર સંધિને મંજૂરી આપી. ગુટેરેસે પ્રતિનિધિઓને કહ્યું કે, સંધિ એવા નિર્ણાયક સમયે છે. જ્યારે મહાસાગરો ઘણા મોરચે પડકારોનો સામનો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આ પડકારોને દૂર કરવા માટે સંધિ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તમામ દેશોને આ સંધિ પર વહેલી તકે હસ્તાક્ષર થાય તેની ખાતરી કરવા વિનંતી કરી.
રાષ્ટ્રીય સીમાઓની બહારના સમુદ્રને ખુલ્લો સમુદ્ર કહેવામાં આવે છે. જ્યાં જૈવવિવિધતાના રક્ષણ માટેની સંધિ માટેની વાટાઘાટો વીસ વર્ષથી પણ વધુ સમયથી ચાલી રહી છે, પરંતુ કરાર સુધી પહોંચવાના પ્રયાસો વારંવાર અટકી ગયા છે. ખુલ્લો મહાસાગર પૃથ્વીની સપાટીના લગભગ અડધા ભાગને આવરી લે છે. નવી સંધિ વીસમી સપ્ટેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભામાં વિશ્વ નેતાઓની વાર્ષિક બેઠક દરમિયાન હસ્તાક્ષર માટે રજૂ કરવામાં આવશે અને 60 દેશો દ્વારા તેને મંજૂરી આપ્યા બાદ અમલમાં આવશે.
