પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકા પહોંચ્યા, એલન મસ્ક સાથે મુલાકાત કરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અમેરિકામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ. પ્રધાનમંત્રી ત્રણ દિવસ અમેરીકાના પ્રવાસે છે. ગઈકાલે પ્રધાનમંત્રીએ ટેસ્લાના સહ-સંસ્થાપક એલન મસ્ક સાથે મુલાકાત કરી હતી. તેમને મળ્યા બાદ ભારતમાં રોકાણની સંભાવનાને લઇને આશા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત અમેરીકાની અન્ય મુખ્ય હસ્તીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. જેમા શિક્ષણશાસ્ત્રી, વૈજ્ઞાનીક તેમજ આરોગ્યક્ષેત્રના લોકોનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ ગણીતશાસ્ત્રી પ્રોફેસર નસિમ નિકોલસ તલીબ સાથે મુલાકાત કરી હતી. તે દરમિયાન ભારતમા વધતા સ્ટાર્ટપ ઇકોસિસ્ટમ અને યુવાનો દ્વારા નવા ઉદ્યોગ પર વાતચીત થઇ હતી. બુદ્ધ ધર્મના સ્કોલર પદ્મશ્રી પ્રોફેસર રોબર્ટ થુમેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બન્ને વચ્ચે બુધ્ધના સિધ્ધાંતો પર તેમજ વૈશ્વીક પડકારોમાં બુદ્ધનો માર્ગ કઇ રીતે સમાધાન બની શકે છે તે અંગે ચર્ચા થઇ હતી. આજે સાંજે UN મુખ્યાલય ખાતે યોગ દિવસ પર આયોજિત સમારોહનું પ્રધાનમંત્રી નેતૃત્વ કરશે.
