Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના મુખ્યાલયમાં યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લેશે

Live TV

X
  • સમગ્ર વિશ્વમાં આવતીકાલે નવમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના મુખ્યાલયમાં યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લેશે. આ વર્ષે યોગ દિવસની વિષયવસ્તુ છે - ‘વસુધૈવ કુટુંબકમ માટે યોગ’. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં, શ્રોતાઓને શારીરિક અને માનસિક સુખાકારી માટે યોગ અપનાવવા માટે ઘણી વાર વિનંતી કરી છે. તાજેતરના મન કી બાતમાં તેમણે કહ્યું હતું કે 21મી જૂન એ યોગ સાથે જોડાયેલા ન હોય તેવા લોકો માટે યોગ અપનાવવા માટેની શ્રેષ્ઠ તક છે.

    2014 માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સંબોધન દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂને ઉજવવા માટે સૂચન કર્યું હતું. તેને 177 દેશોનું સમર્થન મળ્યું અને ત્યારથી વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ઠરાવ દ્વારા 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કર્યો હતો. 2015 થી, વિશ્વભરમાં, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આરોગ્ય જાળવવા માટે એક ચળવળ તરીકે જોવા મળે છે. યોગનો અભ્યાસ પાચનમાં સુધારો કરવા, રક્ત પરિભ્રમણ જાળવવા અને શ્વસન સંબંધી વિકૃતિઓ, રક્તવાહિનીના રોગો તથા ડાયાબિટીસ જેવી વિવિધ બિમારીઓ સામે મદદરૂપ બને છે.

    યોગમાં પ્રાણાયામ દ્વારા વ્યક્તિને તણાવ અને ચિંતામાંથી મુક્તિ મળે છે. કોરોના રોગચાળા દરમિયાન યોગથી ખૂબ જ ફાયદો થયો અને આરોગ્યની સમસ્યામાંથી બચવામાં મદદ મળી હતી. યોગનો નિયમિત અભ્યાસ લોકોને તણાવમુક્ત, સંતુલિત સ્વસ્થ જીવનશૈલી જાળવવામાં મદદ કરે છે.
     
    યોગ એ ભારત માટે ગર્વની વાત છે, કારણ કે યોગ એ ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસાનું અભિન્ન અંગ છે. સ્વસ્થ જીવન જીવવા માટેનું પ્રાચીન વિજ્ઞાન યોગ છે અને તેને રોજિંદા જીવનમાં અપનાવવાથી જીવનને સરળ બનાવી શકે છે. વિશ્વભરમાં યોગના પ્રસાર અને મહત્વને સમજતાં, સરકારે ઈ-ટૂરિસ્ટ વિઝા હેઠળ અનુમતિપાત્ર પ્રવૃત્તિઓની યાદીમાં "ટૂંકા ગાળાના યોગ કાર્યક્રમ" નો સમાવેશ કર્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply