Skip to main content
Settings Settings for Dark

રક્ષા મંત્રી રાજનાથ સિંહ આવતીકાલથી નાઈજીરીયાની ત્રણ દિવસીય મુલાકાતે જશે

Live TV

X
  • રક્ષા મંત્રી રાજનાથ સિંહ આવતીકાલથી પશ્ચિમ આફ્રિકાના દેશ નાઈજીરિયાના ત્રણ દિવસના પ્રવાસે જઈ રહ્યા છે. તેઓ 29 મેના રોજ નાઈજીરીયાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ બોલા અહેમદ ટીનુબુના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. રાજનાથ સિંહ નાઈજીરીયાના વિદાય લેતા રાષ્ટ્રપતિ મુહમ્મદુ બુહારી સાથે પણ મુલાકાત કરશે. ભારતીય રક્ષા મંત્રી દ્વારા નાઈજીરીયાની આ પ્રથમ મુલાકાત છે. ભારત અને નાઈજીરીયા વચ્ચે વધતા સંરક્ષણ સહયોગને ધ્યાનમાં રાખીને, સંરક્ષણ મંત્રાલય અને સંરક્ષણ જાહેર ક્ષેત્રના ઉપક્રમોના અધિકારીઓ પણ શ્રી સિંહની મુલાકાતમાં સાથે છે. તેઓ નાઈજીરીયાના ઉદ્યોગ અને સશસ્ત્ર દળોના પ્રતિનિધિઓ સાથે એવા સાધનો અને પ્લેટફોર્મને ઓળખશે કે જેના દ્વારા ભારત નાઈજીરીયાની સંરક્ષણ જરૂરિયાતો પૂરી કરી શકે. રક્ષા મંત્રી ભારતીય સમુદાયના લોકોને પણ સંબોધિત કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply