Skip to main content
Settings Settings for Dark

તુર્કીયેના રાષ્ટ્રપતિના પદ માટે આજે નિર્ણાયક મતદાન થશે

Live TV

X
  • તુર્કીયેના રાષ્ટ્રપતિ પદની નિર્ણાયક ચૂંટણી માટે બે સપ્તાહમાં મતદારો આજે બીજી વખત મતદાન કરવાના છે.  રાષ્ટ્રપતિ રિચબ તૈયપ એર્દોગન 20 વર્ષ સુધી તુર્કીનું નેતૃત્વ કરી ચૂક્યા છે અને તે વધુ પાંચ વર્ષનો કાર્યકાળ માટે મેદાનમાં ઉતર્યા છે. વિરોધ પક્ષોના વિવિધ ગઠબંધન દ્વારા સમર્થિત રાજકીય અનુભવી કેમલ કિલીકદારોગ્લુ તેમની સામે ચૂંટણી લડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, 14 મેએ એર્દોગનને સૌથી વધુ 49.5 ટકા મત મળ્યા હતાં. જ્યારે કિલકદારોગ્લુંને 44.9 ટકા મતો મળ્યા હતાં. હવે, વિપક્ષો રાષ્ટ્રપતિ માટે દેશની પ્રથમ રનઓફ ચૂંટણી શું હશે તે માટે ગેપને ઓછી કરવામાં સંઘર્ષ કરી રહ્યા છે. તુર્કીયેમાં દર પાંચ વર્ષે ચૂંટણી થાય છે અને જે ઉમેરદારને 50 ટકા કરતા વધુ મતો મળે છે તે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી જતા હોય છે. આ વખતે કોઈપણ ઉમેદવારને 50 ટકા કરતા વધુ મતો મળ્યા નથી. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી આવી છે જ્યારે તુર્કીયે આર્થિક કટોકટી સાથે ઝઝૂમી રહ્યો છે અને ફેબ્રુઆરીમાં આવેલા વિનાશક ભૂકંપમાંથી બહાર આવવા માટે દેશ સંઘર્ષ કરી રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply