રશિયાઃ મોસ્કોના એરપોર્ટ પર વિમાનમાં લાગી આગ, 41ના મોત
Live TV
-
રૂસના મોસ્કો એરર્પોર્ટ પર ગઈકાલે એક રૂસી યાત્રા વિમાનમાં આગ લાગવાથી 41 લોકોના મોત થયા હતા. ઈન્ટર ફેક્સ સમાચાર એજન્સી અનુસાર મૃતકોમાં બે બાળકોનો સમાવેશ થાય છે.
રૂસ નું સુપર જેટ-100 વિમાન મોસ્કો થી મુરમાન્સ્ક જતું હતું. જે દરમ્યાન આગ લાગવાનો બનાવ બન્યો હતો. વિમાનમાં સવાર 37 લોકો સુરક્ષિત છે. જ્યારે પાંચ મુસાફરો ને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. વિમાનમાં કુલ 78 યાત્રી સવાર હતા.
