નાઇજરની રાજધાની નિયામેમાં બ્લાસ્ટ. 58 લોકોના મોત
Live TV
-
ટેન્કરમાં બ્લાસ્ટ બાદ લાગી આગ,આસપાસના મકાનોને પણ નુકસાન
નાઇજરની રાજધાની નિયામેમાં એક ટેન્કરમાં બ્લાસ્ટ થતા 58 લોકના મોત થયા છે..ઘટના નિયામેમાં આવેલા આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પાસે બની..તેલથી ભરેલું ટેન્કર રસ્તા પરથી પસાર થઇ રહ્યું હતું ત્યારે અચાનક તેમા આગ લાગી હતી..જે બાદ મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હતી.બરાબર આજ સમયે અચાનક ટેન્કરમાં બ્લાસ્ટ થતા 58 લોકો મોતને ભેટ્યા.બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે, આસપાસના વાહનોની સાથે કેટલાંક મકાનોને પણ નુકસાની પહોંચી.દૂર્ઘટના બાદ નાઇજરના રાષ્ટ્રપતિ મોહમ્મદ ઇસ્સોફોઉ તાત્કાલિક અસરથી હોસ્પિટલ પહોંચી ગયા હતા અને ઘાયલોની મુલાકાત લીધી હતી..
