Skip to main content
Settings Settings for Dark

રશિયાએ યુક્રેનના લુહાન્સ્કમાં શાળા પર ઘાતક વિસ્ફોટ કર્યો, અંદાજે 60થી વધુ લોકોનાં મોત થયાની આશંકા

Live TV

X
  • રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્વ ચરમસીમાએ છે. રશિયાએ પૂર્વીય યુક્રેનની શાળામાં ઘાતક વિસ્ફોટ કર્યો હતો, જેમાં 60 થી વધુ લોકોની મૃત્યુ થયા હોવાની સંભાવના છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ જી- 7 નેતાઓને વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ ઘટનાની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, યુક્રેનિયન શહેર લુહાન્સ્કની શાળામાં રહેતા શરણાર્થીઓના મૃત્યુ થયા છે. બીજી તરફ લુહાન્સ્કના ગવર્નરે દાવો કર્યો છે કે, આ ઘાતક વિસ્ફોટથી શાળાની ઇમારતમાં ભીષણ આગ લાગી હતી જેને રોકવામાં કલાકો સુધી જહેમત કરવી પડી હતી.

    અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેન સહિત G-7 રાષ્ટ્રના નેતાઓ અને યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કી સાથે વર્ચ્યુઅલી સંવાદ કર્યો હતો. જેમાં જી-7 નેતાઓએ રશિયામાં તેલ અને ગેસની આયાત પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય કર્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply