Skip to main content
Settings Settings for Dark

આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં ફરી લાગુ કરવામાં આવી કટોકટી

Live TV

X
  • શ્રીલંકામાં વિદેશી દેવા સામે દેશવ્યાપી હડતાલ અને વિરોધ પ્રદર્શન પછી ગઈકાલે રાત્રે ફરીથી કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી હતી. છેલ્લા પાંચ અઠવાડિયામાં આ બીજી વખત  છે જ્યારે દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષેએ જણાવ્યું હતું કે જાહેર સલામતી, વ્યવસ્થા અને આવશ્યક પુરવઠો અને સેવાઓ જાળવવા માટે કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે.

    રાષ્ટ્રપતિના પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે બગડતા આર્થિક સંકટ પર તેમના રાજીનામાની માંગ પર ટ્રેડ યુનિયન દ્વારા શુક્રવારે દેશવ્યાપી હડતાલ કર્યા બાદ તેમણે સાર્વજનિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે કડક કાયદાઓનુ આહવાન કર્યુ હતુ. આ પહેલા આજે શ્રીલંકાની સંસદમાં હોબાળો કરવાના પ્રયાસ પર પોલીસે ટિયર ગેસના સેલ છોડ્યા હતા. કારણ કે ટ્રેડ યુનિયનની હડતાલથી દેશની આર્થિક વ્યવસ્થા  ઠપ થઇ ગઇ હતી. 

    દેશમાં આર્થિક સંકટને લઈને રાષ્ટ્રપતિ રાજપક્ષે સહિત સમગ્ર સરકારના રાજીનામાની માંગ  સાથે દેશભરમાં વ્યાપક વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. પહેલી એપ્રિલે દેશમાં પ્રથમ વખત ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. આર્થિક સંકટને જોતા બે હજારથી વધુ ટ્રેડ યુનિયનોએ  ગઈકાલે રાષ્ટ્રપતિના રાજીનામાની માંગણી સાથે દેશવ્યાપી હડતાળ પાડી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply