Skip to main content
Settings Settings for Dark

રશિયા-યુક્રેન યુદ્ધનો 71મો દિવસઃ યુક્રેનની હોસ્પિટલોમાં દવાઓ ખુટી પડી, ગંભીર બિમારીઓની સારવારમાં મુશ્કેલી

Live TV

X
  • છેલ્લા 71 દિવસથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. હાલ મોસ્કો તરફથી હુમલા રોકવાના કોઈ સંકેત દેખાઈ નથી રહ્યા. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેંસ્કીએ રશિયા પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, રશિયાના સતત હુમલાઓના કારણે યુક્રેનમાં સેંકડો હોસ્પિટલો અને અન્ય સંસ્થાઓને નુકસાન પહોંચ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પૂર્વીય અને દક્ષિણ યુક્રેનના વિસ્તારની હોસ્પિટલોમાં પાયાની મહત્વની દવાઓની અછત સર્જાઈ છે. સાથે જ સર્જરી કરવા માટે જરૂરી સાધનો અને કેન્સરની સારવાર માટેની દવાઓ વિના ડૉક્ટરો પરેશાની ભોગવી રહ્યા છે. 

    બીજી બાજુ આજે રશિયા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની અનૌપચારિક બેઠક યોજશે. આ બેઠકમાં રશિયા પોતાના તરફથી યુદ્ધના પ્રથમ હરોળના સાક્ષીઓ દ્વારા યુદ્ધ વિશે માહિતી આપશે. આ બેઠકનો ઉદ્દેશ રશિયા તરફથી યુદ્ધની માહિતી આપવાનો છે. ઉલ્લેખનીય છે કે, રશિયા યુએનએસસીનું કાયમી સભ્ય છે અને વીટો પાવર પણ ધરાવે છે છતાં હાલ યુએન જેવી બહુપક્ષીય સંસ્થાઓ તરફથી તેને અલગ કરી દેવાયું છે. 

    યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે ગુરુવારે યુએન સુરક્ષા પરિષદને જણાવ્યું હતું કે, યુક્રેનિયન શહેર મારિયુપોલ અને એઝોવસ્ટલ સ્ટીલ પ્લાન્ટમાંથી નાગરિકોને બહાર કાઢવા માટેનું ત્રીજું ઓપરેશન હાલમાં ચાલી રહ્યું છે. યુનાઈટેડ નેશન્સ અને ઈન્ટરનેશનલ કમિટી ઓફ ધ રેડ ક્રોસ (આઈસીઆરસી) એ છેલ્લા અઠવાડિયામાં બે ઓપરેશન દ્વારા અત્યાર સુધીમાં લગભગ 500 નાગરિકોને યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી બહાર લાવવામાં મદદ કરી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply