Skip to main content
Settings Settings for Dark

રશિયાએ યુક્રેન પર હુમલો કરતા વૈશ્વિક બજાર ઉપર જોવા મળી અસર

Live TV

X
  • રશિયાએ યુક્રેન પર હુમલો કરતા તેની અસર વૈશ્વિક બજાર પર જોવા મળી રહી છે. જેમાં ભારતીય શેરબજાર 1800 થી વધારે પોઇન્ટના કડાકા સાથે 55,418 પર ખુલ્યુ હતુ્ં. નિફ્ટી 575 અંક ઘટી 16487 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજ પણ 400 પોઇન્ટના ઘટાડા સાથે 16,666 પર ખુલતા શેરબજારમાં રોકાણકારોમાં નિરાશા જોવા મળી રહી છે. શેરબજાર ખુલ્યા બાદ થોડી 500 પોઇન્ટની રીકવરી થઇ હતી. પરંતુ, ફરીથી સેન્સેક્સ 1700 પોઇન્ટના ઘટાડા તરફ વળ્યું હતું. જેના કારણે વેચવાલીનો માહોલ જોવા મળ્યો હતો. આજે સન ફાર્મા, લાર્સન એન્ટ ટુબ્રો, ટીસીએસ અને મારુતિના શેરની કિંમતમાં વધારો થયો હતો. જ્યારે આઇટીસી, ટાઇટન, આઇસીઆઇસીઆઇ અને એસબીઆઇના શેરોની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો. બીજી તરફ યુક્રેન પરના હુમલાને કારણે હજુ ભારતીય શેર બજારને મોટુ નુકશાન થવાની શક્યતા નિષ્ણાંતોએ વ્યક્ત કરી છે.

    રશિયાએ યુક્રેનની વિરુદ્ધ શરૂ કરેલા યુદ્ધ પછી બ્રેન્ટ ક્રૂડના ભાવ 99.75 ડોલર પ્રતિ બેરલે પહોંચી ગયા છે. બ્રેન્ટ ક્રૂડનો આ 8 વર્ષનો રેકોર્ડ છે. આવનારા દિવસોમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ 120 ડોલર સુધી જઈ શકે છે. એની સાથે સાથે પેટ્રોલ-ડીઝલ 20 રૂપિયા સુધી મોંઘા થઈ શકે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply