રશિયા અને યુક્રેન વચ્ચેના તણાવને તાત્કાલિક ઘટાડવા ભારતનું આહ્વાન
Live TV
-
ભારતે રશિયા અને યુક્રેન વચ્ચેના તણાવને તાત્કાલિક સમાપ્ત કરવાની માંગ કરી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી.એસ. તિરુમૂર્તિએ ચેતવણી આપી હતી કે પરિસ્થિતિ ખતરનાક છે અને તે મોટા સંકટ તરફ આગળ વધી રહી છે. તેઓ આજે સવારે યુક્રેન પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની આપાતકાલીન બેઠકને સંબોધિત કરી રહ્યા હતા.રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ ઓછો કરવા માટે આ અઠવાડિયે કાઉન્સિલની આ બીજી અને 31 જાન્યુઆરી પછી ચોથી બેઠક હતી.
ટી.એસ.તિરુમૂર્તિએ પરિસ્થિતિને લગતા તમામ મુદ્દાઓને ઉકેલવા માટે વિશેષ રાજદ્વારી અભિગમની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. દરમિયાન, યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે સીધા રશિયન રાષ્ટ્રપતિ પુતિનને અપીલ કરી છે કે, તેઓ તેમના સૈનિકોને યુક્રેન પર હુમલો કરતા અટકાવે.
ભારત યુક્રેનમાં ઝડપથી બદલાતી પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે, ભારતીયો ખાસ કરીને વિદ્યાર્થીઓની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. વિદેશ મંત્રાલયના કંટ્રોલ રૂમનો વિસ્તાર કરવામાં આવ્યો છે અને તે ચોવીસ કલાક કાર્યરત છે.
યુક્રેનની રાજધાની કિવમાં ભારતીય દૂતાવાસે યુક્રેનમાં તમામ ભારતીય નાગરિકોને શાંતિ જાળવવા અને સલામત રહેવાની સલાહ આપી છે. દૂતાવાસ દ્વારા જારી કરાયેલ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે યુક્રેનમાં અનિશ્ચિતતાની સ્થિતિ છે. દેશના પશ્ચિમી ભાગો સહિત કિવ જનારા ભારતીયોને પોતપોતાના શહેરોમાં પાછા ફરવાનું કહેવામાં આવ્યું છે.
યુક્રેનના ભારતીય દૂતાવાસે યુક્રેનમાં રહેલા તમામ ભારતીય નાગરિકોને શાંતિ જાળવવા અને તેઓ જ્યાં હોય ત્યાં સુરક્ષિત રહેવાની સલાહ આપી.
યુક્રેનના ભારતીય દૂતાવાસે યુક્રેનમાં રહેલા તમામ ભારતીય નાગરિકોને શાંતિ જાળવવા અને તેઓ જ્યાં હોય ત્યાં સુરક્ષિત રહેવાની સલાહ આપી છે. એક સલાહકારી યાદી બહાર પાડીને દૂતાવાસે જણાવ્યું છે કે યુક્રેનમાં હાલની સ્થિતિ અત્યંત અનિશ્ચિત છે.
રાજધાની કિવ સહિત મુસાફરી કરી રહેલા તમામ ભારતીયોને પોતપોતાના શહેરોમાં, ખાસ કરીને પશ્ચિમ સરહદી દેશો સાથેના સુરક્ષિત સ્થળે પાછા ફરવા જણાવ્યું છે. ભારતીય દૂતાવાસે કહ્યું છે કે, યુક્રેને એરસ્પેસ બંધ કરી હોવાથી ખાસ વિમાન સેવા રદ કરવામાં આવી છે. ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
એર ઈન્ડિયાની ફ્લાઈટ – એ.આઈ. 19 47 જે ભારતીયોને ઘરે લાવવા માટે યુક્રેન જઈ રહી હતી તે એરસ્પેસ બંધ હોવાને કારણે દિલ્હી પરત ફરી છે. આ અંગે નવી વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવે કે તરત જ માહિતી પહોંચાડશે, ભારતીય નાગરિકોને આ અંગે દૂતાવાસની વેબસાઈટ અને સોશિયલ મીડિયા પોસ્ટને અનુસરવા સલાહ આપવામાં આવી છે.
