NATO સહયોગીઓએ યુરોપિયન યુનિયન અને અન્ય ભાગીદારો સાથે મળીને રશિયા પર અનેક આર્થિક પ્રતિબંધો લાદ્યા
Live TV
-
નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO) એ કહ્યું છે કે, તે યુક્રેન સાથે એકતામાં છે. નાટોના સેક્રેટરી જનરલ જેન્સ સ્ટોલેનબર્ગે ટેલિવિઝન પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે, નાટો સહયોગી દેશો યુરોપિયન યુનિયન અને વિશ્વના અન્ય દેશો સાથે નજીકના સંકલનમાં રશિયા પર સખત આર્થિક પ્રતિબંધો લાદી રહ્યા છે.
બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સને કહ્યું છે કે, તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે વાત કર્યા પછી સમર્થનની ઓફર કરી છે. એક નિવેદનમાં બોરિસ જોન્સને કહ્યું કે, રશિયાએ યુરોપમાં યુદ્ધ છેડ્યું છે અને મિત્ર દેશ પર કોઈપણ ઉશ્કેરણી કે વ્યાજબી કારણ વગર હુમલો કર્યો છે.
તુર્કીએ પણ યુક્રેન સાથે એકતા વ્યક્ત કરતાં કહ્યું કે તે યુક્રેનની પ્રાદેશિક અખંડિતતા માટે તેનું સમર્થન ચાલુ રાખશે.
યુરોપિયન કમિશનના વડા ઉર્સુલા વોન ડેર લેયેને એક ટેલિવિઝન સંબોધનમાં જણાવ્યું હતું કે યુરોપને લડાઈમાં ખેંચવા માટે રાષ્ટ્રપતિ પુતિન જવાબદાર છે અને યુરોપિયન યુનિયન રશિયા પર નવા પ્રતિબંધો લાદશે.
બીજી તરફ ઈરાને કહ્યું કે, નાટો દેશોની ઉશ્કેરણીજનક કાર્યવાહીના કારણે યુક્રેનમાં યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે.
