રશિયાના કર્ચ બ્રિજ પર બ્લાસ્ટ થતા 3 લોકોના મૃત્યુ થયા
Live TV
-
રશિયાના કર્ચ બ્રિજ પર બ્લાસ્ટ થતા 3 લોકોના મૃત્યુ થયા. શનિવારે સવારે 6 વાગ્યા આસપાસ બ્રિજમાં બ્લાસ્ટ થયો હતો. માલગાડીની ફ્યુઅલ ટેન્કમાં આગ લાગતા આ ઘટના બની હતી. ત્યારબાદ રોડ વે બ્રિજનો અક ભાગ નદીમાં પડી ગયો હતો. રશિયાને ક્રિમિયાથી જોડતો કર્ચ રેલવે બ્રિજ પર ધમાકેદાર બ્લાસ્ટ બાદ તારાજી સર્જાઈ હતી.
બ્લાસ્ટ થતા યુક્રેનના પ્રેસિડેન્ટના એડવાઈઝર હેડ માયખાઇલો પોડોલ્યાકીએ ટ્વિટ કરીને કહ્યું કે, ક્રિમિયા બ્રિજ શરૂઆત છે. યુક્રેન પાસેથી લેવામાં આવેલી બધી જ વસ્તુઓ રશિયાએ પરત કરવી પડશે. ગેરકાયદેસર બધું નાશ કરવામાં આવશે. એ દરેક વસ્તુને નકારવામાં આવશે જે રશિયાના કબજા હેઠળ છે.
ક્રિમિયાના પાર્લામેન્ટના સ્પીકર વ્લાદિમીર કોન્સ્ટેન્ટિનોવે બ્લાસ્ટ માટે યુક્રેનને જવાબદાર ગણાવ્યું, તેમણે કહ્યું કે બ્રિજને વધુ નુકસાન નથી પહોંચ્યું ટૂંક સમયમાં સમારકામ ચાલુ થશે. કર્ચ બ્રિજ 2014માં બનાવવામાં આવ્યો હતો. 19 કિમી લાંબા રોડ વે બ્રિજને સામાન્ય લોકો માટે 2018માં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 9 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. મહત્વનું છે કે યુક્રેન છેલ્લા બે મહિનાથી ક્રિમિયાને નિશાન બનાવી રહ્યું છે.
