Skip to main content
Settings Settings for Dark

કેલિફોર્નિયામાં ભારતીય પરિવારના અપહરણ અને હત્યા: વિદેશ મંત્રાલયે દુખ વ્યક્ત કર્યું

Live TV

X
  • વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ્ બાગચીએ પત્રકાર પરિષદ યોજી મહત્વની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, કેલિફોર્નિયામાં ભારતીય પરિવારના અપહરણ અને હત્યાની ઘટના ખૂબ જ દુઃખદ છે. અમે પીડિત પરિવારની શક્ય તમામ મદદ કરી રહ્યા છીએ. જ્યારે પાકિસ્તાનની કેદમાં ભારતીય માછીમારોના મૃત્યુ અંગે વિદેશ મંત્રાલયે ચિંતા વ્યક્ત કરી છે. સાથે જ મંત્રાલયે પાકિસ્તાની જેલમાં બંધ ભારતીયોને ઝડપથી મુક્ત કરવાની અપીલ કરી છે.

    વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ઉમેર્યું હતું કે, બ્રિટનની સાથે મુક્ત વેપાર સમજૂતી પર વાતચીત ચાલી રહી છે. તો ચીનની સાથે સામાન્ય સબંધો માટે અન્ય કેટલાક પગલાં ભરવાની જરૂર છે. જ્યારે એલએસીથી બંને દેશના સૈનિકોને પરત જવાની પ્રક્રિયા ચાલુ છે.

    વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીની હત્યા એ દુર્ભાગ્યપૂર્ણ છે. જ્યારે મ્યાંમારમાં અન્ય કારણોસર ફસાઈ ગયેલા 50 ભારતીયોને કાઢવામાં આવ્યા છે. સાથે જ વિદેશ મંત્રાલયે અન્ય દેશોમાં નોકરીઓની તકોની સંપૂર્ણ તપાસ કર્યા પછી જ ત્યાં જવાની અપીલ કરી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply