Skip to main content
Settings Settings for Dark

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતીન છઠ્ઠી ડિસેમ્બરે 21મી ભારત-રશિયા વાર્ષિક શિખર બેઠક માટે દિલ્હીની મુલાકાત લેશે

Live TV

X
  • રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતીન, આવતીકાલે એટલે છઠ્ઠી ડિસેમ્બરે 21મી ભારત-રશિયા વાર્ષિક શિખર બેઠકમાં ભાગ લેવા નવી દિલ્હીની મુલાકાત લેશે. 

    પુતીન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચેની આ શિખર બેઠક દરમ્યાન દ્વિપક્ષી સંબંધોની સ્થિતિ વધારે સુદ્રઢ બને તે અંગેના ઉપાયો વિષે ચર્ચા થશે. આ શિખર બેઠક દરમ્યાન બંને નેતાઓ વચ્ચે પ્રાદેશિક, બહુપક્ષીય, તેમજ પરસ્પર હિત અંગેના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ વિષે વિચારોનું આદાનપ્રદાન કરવાની તક મળશે. પુતીનની આ મુલાકાત દરમ્યાન બંને દેશો વચ્ચે યોજાનારી, લશ્કરી ટેક્નિકલ સહકાર વિશેની આંતર સરકારી પંચની બેઠકનું અધ્યક્ષપદ સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને તેમના રશિયન સમાન પદાધિકારી સર્ગેઇ શોયગ સંયુક્ત રીતે સંભાળશે. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply