Skip to main content
Settings Settings for Dark

ઓમિક્રોન વેરિઅન્ટ ખૂબ જ સંક્રમિત છે પરંતુ લોકોએ ગભરાવું જોઈએ નહીંઃ WHOના મુખ્ય વૈજ્ઞાનિક

Live TV

X
  • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન WHOના મુખ્ય વૈજ્ઞાનિકે કહ્યું છે કે, ઓમિક્રોન વેરિઅન્ટ ખૂબ જ સંક્રમિત છે પરંતુ લોકોએ ગભરાવું જોઈએ નહીં. WHOના ટોચના વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે, આપણે ગભરાવાની નહીં પણ તૈયાર અને સાવચેત રહેવાની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે, આ નવું સ્વરૂપ ઝડપથી સંક્રમિત કરે છે. 

    દક્ષિણ આફ્રિકામાં પરિસ્થિતિ જોતા તે દર્શાવે છે કે, કેસોની સંખ્યા દરરોજ બમણી થઈ રહી છે. ડેલ્ટા વેરીયન્ટ હાલમાં વૈશ્વિક સ્તરે 99% કેસ માટે જવાબદાર છે, તેમણે ઉમેર્યું કે યુરોપિયન યુનિયન અને ઑસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકો આગાહી કરી રહ્યા છે કે, ઓમિક્રોન થોડા મહિનામાં ડેલ્ટા કરતાં વધુ ચેપ માટે જવાબદાર હોઈ શકે છે.

    હાલ ભારત દેશમાં ઓમીક્રોન વેરિયન્ટને લઈને કેન્દ્ર સરકારે નવી ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી હતી. હાલ દેશમાં નવા ઓમીક્રોન વેરિયન્ટના કર્ણાટકમાં બે કેસ નોંધાયા છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply