વિદેશમંત્રી એસ.જયશંકર અબુ ધાબીમાં યોજાનાર 5મા ઈન્ડિયન ઓશન સંમેલનને સંબોધિત કરશે
Live TV
-
વિદેશમંત્રી એસ.જયશંકર અબુ ધાબીમાં યોજાનાર 5મા ઈન્ડિયન ઓશન (Indian Ocean) સંમેલનને સંબોધિત કરશે. અબુ ધબીમાં 4 અને 5 ડિસેમ્બર એમ બે દિવસ માટે ઈન્ડિયન ઓશન કોન્ફરન્સ-202 યોજાઈ રહી છે. આ વર્ષે ઈન્ડિયન ઓશન કોન્ફરન્સ-2021નો વિષય "હિન્દ મહાસાગર: ઈકોલોજી, અર્થવ્યવસ્થા અને મહામારી" છે. 2 દિવસના આ કાર્યક્રમમાં હિન્દ મહાસાગરના કિનારાના દેશોના નેતાઓ ક્ષેત્ર સાથે સંબંધિત મુદ્દા પર ચર્ચા કરશે. આ સંમેલનમાં 30 દેશોના 200 પ્રતિનિધી અને 50થી વધુ વક્તા હશે. કાર્યક્રમમાં ઉદ્ઘાટન સંબોધન શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોતબાયા રાજપક્સે કરશે. સંમેલનનુ આયોજન સિંગાપુર, UAE અને શ્રીલંકાના સહયોગથી કરવામાં આવી રહ્યુ છે.
