WHOએ ઓમિક્રોન વેરિયન્ટ મામલે ચિંતા વ્યક્ત કરીઃ અન્ય સંભવિત વાયરસ સામે પણ સંગઠીત થવાની જરૂર
Live TV
-
દક્ષિણ આફ્રિકાથી કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન દુનિયામાં પ્રસરી રહ્યો છે. દુનિયાના બે ડઝન જેટલા દેશોમાં નવા વેરિયન્ટના કેસો નોંધાયા છે. ભારતમાં પણ ઓમિક્રોન કોરોનાના બે કેસ સામે આવ્યાં છે. આ બન્ને વ્યક્તિના સંમ્પર્કમાં આવેલા લોકોને કોરોન્ટાઇન કરવામાં આવ્યાં છે. વિદેશોથી આવનાર પ્રવાસીઓ માટે નવા દિશા નિર્દેશ લાગુ કરવામાં આવ્યાં છે. વધુ તપાસ, તકેદારી, અને કોન્ટક્ટ ટ્રેસીંગ કરવામાં આવે છે. સરકારે કહ્યું કે તેનાથી ડરવાની નહિ પરંતુ વધુ યોગ્ય વ્યવહાર સાથે કોરોનાને અપનાવવાની જરૂર છે ડબલ્યુ.એચ.ઓ એ ઓમિક્રોનનો સામનો કરવા માટે વિશષજ્ઞોની ટીમ તૈનાત કરી છે.
વિશ્વ સ્વાસ્યથ સંગઠને ઓમિક્રોન મામલે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું છે કે, વેક્સીનેશનનું પ્રમાણ કેટલાક દેશોમાં ઓછું છે. અને કોરોનાની ગાઇડલાઇનું પાલન પણ કરવામાં આવી રહ્યું નથી જેના પગલે ઓમિક્રોન વાયરસ ખૂબ ઝડપથી ફેલાઇ રહ્યો છે. જે ગંભીર બાબત છે. ત્યારે સતર્ક થઇને વિશ્વના દરેક દેશોએ ઓમિક્રોન જ નહીં પરંતુ આાવા અન્ય સંભવિત વાયરસ સામે સંગઠીત થવાની જરૂર છે.
