Skip to main content
Settings Settings for Dark

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિને સંયુકત રાષ્ટ્ર મહાસભાના અધિવેશનને કર્યું સંબોધિત

Live TV

X
  • અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને સંયુકત રાષ્ટ્ર મહાસભાના 77મા અધિવેશનને સંબોધિત કર્યું હતું. સંબોધનમાં બાયઈને રશિયા પર શાબ્દીક હુમલા કર્યા હતા. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિને પણ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. પુતિને 3 લાખ રિઝર્વ સૈનિકોને તત્કાલ પ્રભાવથી યુક્રેનમાં મોકલવાની જાહેરાત કરી હતી. પુતિને આ જાહેરાત એવા સમયે કરી છે જયારે રશિયા યુક્રેનના ચાર ભાગોને જોડવાની તૈયારી કરી રહ્યું છે અને આ માટે રશિયા શુક્રવારથી જનમત સંગ્રહ શરુ કરવા જઈ રહ્યું છે. આ વિસ્તારમાં રહેતા લોકો 23 થી 27 સપ્ટેમ્બરની વચ્ચે પોતાનો મત આપી શકશે. બીજી તરફ યુક્રેન અને તેના સહયોગી દેશોએ આ જનમત સંગ્રહને ગેરકાયદે ગણાવીને રશિયા પર નિશાન સાધ્યું છે. આ દરમિયાન તેમણે કહ્યું કે પશ્ચિમી દેશો રશિયાને નષ્ટ કરવા અને નબળા પાડવાનું કાવતરું ઘડી રહ્યા છે. આ દેશોએ હદ વટાવી દીધી છે, એટલું જ નહીં પુતિને પશ્ચિમી દેશોને ચેતવણી આપી હતી કે, જો રશિયાની પ્રાદેશિક અખંડિતતાને જોખમ હશે તો તેઓ રશિયા પાસે ઉપલબ્ધ તમામ સંસાધનોનો ઉપયોગ કરશે. પુતિને કહ્યું કે આ ચેતવણીને હળવાશથી લેવાની ભૂલ ન કરવામાં આવે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply