રશિયાનો યુક્રેન પર મિસાઈલ હુમલો, 50 લોકોના મોત
Live TV
-
રશિયા યુક્રેન યુદ્ધમાં રશિયા દ્વારા મિસાઈલ હુમલો કરવામાં આવેલ છે, અચાનક થયેલ હુમલામાં યુક્રેનના 50 લોકોના મોત થયેલ છે. 50 લોકોમાં એક 6 વર્ષના બાળકનું પણ મોત થયેલ છે.
યુક્રેનના અધિકારીઓના જણાવ્યા અનુસાર ખાર્કિવના પૂર્વ વિસ્તારમાં એક કરિયાણાની દુકાન અને કેફે પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો એ સમયે કરવામાં આવ્યો જ્યારે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી ૫૦ યુરોપિયન નેતાઓના શિખર સંમેલનમા સ્પેનના પ્રવાસે છે. આ હુમલા બાદ યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ કહ્યું કે રશિયન આતંકને રોકવો ખૂબ જ જરૂરી છે. બીજી તરફ સ્પેનમાં ૫૦ યુરોપિયન નેતાઓએ યુક્રેનને મદદ કરવા પર ભાર મૂક્યો છે. તેમણે જણાવ્યું હતું કે મુશ્કેલ સમયમાં તેઓ યુક્રેનની સાથે છે.
