સીરિયામાં સૈન્ય એકેડમી પર ભયાવહ ડ્રોન હુમલો, 100થી વધુનાં મોત
Live TV
-
સીરિયાના સરંક્ષણ મંત્રીનો બચાવ હુમલાની થોડી મિનિટો પહેલા જ ત્યાંથી નીકળી ગયા હતા
સીરિયામાં હોમ્સ શહેરમાં આવેલી સૈન્ય એકેડમી પર ભયંકર ડ્રોન હુમલો થયો છે જેમાં ઓછામાં ઓછા 100થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે આ કરપીણ હુમલો થયો ત્યારે અહીં ગ્રેજ્યુએશન સેરેમની ચાલી રહી હતી. સીરિયાના સરંક્ષણ મંત્રીએ ગ્રેજ્યુએશન સમારોહમાં હાજરી આપી હતી પરંતુ હુમલાની થોડી મિનિટો પહેલા જ ત્યાંથી નીકળી ગયા હતા
આ ડ્રોન હુમલામાં અનેક લોકો ઘવાયા પણ છે. એક અધિકારીએ આપેલી માહિતી અનુસાર નિવેદનમાં કોઈ સંગઠનનો ઉલ્લેખ નથી કરાયો અને કોઈપણ સમૂહે આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.
