નોબેલ પુરસ્કાર 2023: નોર્વેજીયન લેખક જ્હોન ફોસને સાહિત્ય માટે નોબેલ મળ્યો
Live TV
-
જ્હોન ફોસ માનવીય લાગણીઓને સરળ શબ્દોમાં વ્યક્ત કરે છે.
આ વર્ષે સાહિત્યનું નોબેલ પુરસ્કાર નોર્વેજીયન લેખક જ્હોન ફોસને આપવામાં આવશે. સ્વીડિશ એકેડમીએ કહ્યું છે કે, આ એવોર્ડ તેમને તેમના નવતર નાટકો અને ગદ્ય માટે આપવામાં આવશે. મિસ્ટર ફોસએ વિશ્વના સૌથી લોકપ્રિય નાટ્યલેખકોમાંના એક છે અને ગદ્ય શૈલીમાં પણ તેમણે નોંધપાત્ર છાપ ઉભી કરી છે.
ફોસના કાર્યોનો મુખ્ય વિષય માનવ સ્થિતિ છે. નોબેલ પુરસ્કાર સમિતિએ જણાવ્યું હતું કે જ્હોન ફોસ રોજિંદા પરિસ્થિતિઓને રજૂ કરે છે જે સામાન્ય રીતે લોકોના જીવનમાં જોઈ શકાય છે. તેઓ માનવીય લાગણીઓને સરળ શબ્દોમાં વ્યક્ત કરે છે.
ફોસનો હવે પૂર્વ વિજેતાઓની એવી મહત્વપૂર્ણ યાદીમાં સમાવેશ થયો છે જેમાં ટોની મોરિસનથી લઈને અર્નેસ્ટ હેમિંગ્વેનું નામ છે.
