રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ઘર્ષણને કારણે દુનિયાભરના માર્કેટમાં નેગેટીવ ટ્રેન્ડ
Live TV
-
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ઘર્ષણને કારણે દુનિયાભરના માર્કેટમાં નેગેટીવ ટ્રેન્ડ જોવા મળ્યો છે. જેમાં ભારતના શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો થયો છે. બજારના બંને સૂચકાંકોમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 1 હજારથી વધુ પોઇન્ટના ઘટાડા સાથે 57 હજાર 683 પોઇન્ટ પર ખુલ્યુ હતું. જ્યારે હાલ 875 પોઇન્ટના ઘટાડા સાથે શેર બજાર 56 હજાર 875 ચાલી રહ્યું છે. જ્યારે એનએસઇ પણ 150 પોઇન્ટના ઘટાડા 16 હજાર 847 પર ખુલ્યુ હતુ.
નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)નો નિફ્ટી ઈન્ડેક્સ 299 પોઈન્ટ ઘટીને 17 હજારની નીચે આવ્યો. આજે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા , મારૃતિ, એચડીએફસી, ડૉ. રેડ્ડીના શેર ગ્રીન ઝોનમાં જોવા મળ્યા હતા. જ્યારે વિપ્રો, આઇટીસી, આઇસીઆઇસીઆઇ બેંક અને સન ફાર્માના શેર રેડ ઝોનમાં જોવા મળ્યા હતા. બજાર ખુલતાની સાથે જ લગભગ 254 શેરમાં તેજી આવી, 1932 શેર ઘટ્યા અને 48 શેર યથાવત રહ્યા. આ દરમિયાન સેન્સેક્સના તમામ 30 શેરો લાલ નિશાન પર ટ્રેડ થઈ રહ્યા છે.
