પૂર્વીય યુક્રેનના ડોનેત્સ્ક અને લુગંસ્કને રશિયાએ આપી સ્વતંત્રતા ક્ષેત્રની માન્યતા
Live TV
-
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિને યુક્રેનથી અલગ થયેલ ક્ષેત્રો ડોનેત્સક અને લુગંસ્કને સ્વતંત્રતા ક્ષેત્રની માન્યતા આપી છે. તેમણે આ રાજ્યાદેશ પર હસ્તાક્ષર કર્યા છે. પુતિને રશિયાના લોકોને ટેલીવિઝન પર સંબોધિત કરતા આ ધોષણા કરી હતી. આ પહેલા પુતિને ફ્રાંસના રાષ્ટ્રપતિ તેમજ જર્મન ચાન્સલરને કહ્યું કે તેઓ ઝડપી ડોનેત્સક અને લુગંસ્કને સ્વતંત્ર ક્ષેત્રની માન્યતા આપવા સંબંધી આદેશ પર હસ્તાક્ષર કરનાર છે.
રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલયે એક નિવેદનમાં કહ્યું કે, પશ્રિમી દેશોના આ બન્ને નેતાઓએ પુતિનના નિર્ણય પર અસંતોષ વ્યક્ત કર્યો છે. તે વચ્ચે રશિયાએ ફરી દાવો કર્યો છે કે તેમનો સૈન્ય જમાવડો માત્ર સૈન્ય અભ્યાસ માટે હોય છે. જેનાથી યુક્રેન કે અન્ય દેશને કોઇ જોખમ નથી. શીત યુધ્ધ બાદ યુરોપમાં સૌથી મોટી સંખ્યામાં સૈનિકોને એકત્રીત કરવામાં કોઇ અન્ય સ્પષ્ટીકરણ આપવાનો તેમણે ઇન્કાર કર્યો હતો. બ્રિટનના પ્રધાનમંત્રીએ અલગાવવાદી ક્ષેત્રને રશિયાની માન્યતા આપવાના પગલાંને યુક્રેનની સમપ્રભુતા અને અખંડતાના ધોર ઉલ્લંધન બતાવ્યું છે.
