રશિયા-યુક્રેન વિવાદઃ યુક્રેનમાં વસતા ભારતીયો માટે એર ઈન્ડિયા ભારત-યુક્રેનની ત્રણ ફ્લાઈટોનું સંચાલન કરશે
Live TV
-
ગઈકાલે એર ઈન્ડિયાએ એક ટ્વીટ કરીને જાહેરાત કરી હતી કે, ભારત અને યુક્રેન વચ્ચે 3 ફ્લાઈટોનું સંચાલન કરવામાં આવશે. આ ફ્લાઈટો 22, 24 અને 26 ફેબ્રુઆરીએ ઉડશે. હાલ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈને યુક્રેનમાં રહેતા ભારતીયો માટે આ ફ્લાઈટોનું સંચાલન કરવામાં આવશે. આ ત્રણેય ફ્લાઈટો યુક્રેનના બોરીસ્પિલ (Boryspil) આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ભારત આવવા ઉડશે.
આ ફ્લાઈટોનું ટિકિટ બુકિંગ એર ઈન્ડિયાની બુકિંગ ઓફિસ, વેબસાઈટ, કોલ સેન્ટર અને ઓથોરાઈઝ્ડ ટ્રાવેલ એજન્ટની મદદથી થઈ શકશે. યુક્રેનમાં ભારતીય એમ્બસીએ ટ્વીટ કરીને લોકોને ગભરાટમાં ના આવવા માટે અપીલ કરી હતી. યુક્રેનમાં રહેતા ભારતીયો અને ભારતીય વિદ્યાર્થીઓની ભારત જવાની માંગને ધ્યાને લઈને આ 3 ફ્લાઈટોની વ્યવસ્થા કરવામાં આવી છે.
