રશિયા: ગેસ સ્ટેશન પર આગ લાગતાં 25ના મૃત્યુ
Live TV
-
દાગેસ્તાનના દક્ષિણી રશિયન પ્રદેશમાં ગેસ સ્ટેશનમાં અચાનક આગ લાગી ગઈ હતી. ક્ષણભરમાં જ આગ તીવ્ર થતા 25 લોકોના મૃત્યુ થયા છે. આગ ગઇકાલે રાત્રે મખાચકલામાં હાઇવેની રોડ કિનારે એક ઓટો રિપેર શોપમાં શરૂ થઇ હતી અને નજીકના ગેસ સ્ટેશનમાં વિસ્ફોટ થયા હતા. જેમાં 66 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 10ની હાલત ગંભીર હોવાનું જાણવામાં આવી રહ્યું છે. રશિયન આરોગ્ય મંત્રાલયે જમાવ્યું હતું કે, મખાચકલાની હોસ્પિટલો ઘાયલ લોકોની સારવાર માટે જરૂરી દરેક વસ્તુથી સજ્જ છે.
સ્થાનિક સમાચારમાં આવેલા અહેવાલ મુજબ, આઠમાંથી બે ઈંધણ ટાંકીમાં વિસ્ફોટ થયો હતો. 600 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલી આગને ઓલવવામાં અગ્નિશામકોને ત્રણ કલાકથી વધુ સમય લાગ્યો હતો.
